સંસ્થાનું નામ :
શ્રી ત્રાલસા વિભાગ કેળવણી મંડળ, ત્રાલસા
સંસ્થા દ્વારા સંચાલિત શાળાઓ:
- શ્રી ઝવેરભાઈ જેસંગભાઈ પટેલ સાર્વજનિક વિદ્યામંદિર
- શ્રીમતી મંજુલાબેન ઝવેરભાઈ પટેલ સરસ્વતી વિદ્યામંદિર
સંસ્થાનો હેતુ અને કાર્ય:
હેતુ : આધુનિક શિક્ષણ દ્વારા ઉમદા ભારતીયો નાગરિકો તૈયાર કરવા.
કાર્ય : ગામની આજુબાજુના વિસ્તારના બાળકોને ગુણવત્તાલક્ષી શિક્ષણ પૂરું પાડવું.
ત્રાલસા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શાળાઓની સિદ્ધિઓ:
૧. ૨૦૦૫ માં ૯૦ વિદ્યાર્થીઓથી શરૂઆત કરી હાલ ૧૫૦૦ વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ અપાય છે.
૨. શાળા કેમ્પસમાં બાળકોના સ્વાસ્થ્ય ને ધ્યાને લઈને જનરલ સ્ટોર ની સુવિધા થતાં શાળા પરિસર CCTV કેમેરા થી રક્ષિત .
૩. ઉચ્ચતર માધ્યમિક આર્ટ્સ, કોમર્સ તેમજ સાયન્સ માં ખૂબ જ સારો પ્રતિસાદ અને પરિણામ.
૪. અત્યાધુનિક બે કમ્પ્યૂટર લેબ બનાવી યોગ્ય કમ્પ્યૂટર નું શિક્ષણ.
૫. ખેલ મહાકુંભમાં જુડો અને હેન્ડ બોલમાં સ્ટેટ લેવલ સુધી પહોચ્યા.
૬. ગુજરાત રાજ્યમાં યોજનાર ચિત્ર સ્પર્ધમાં ૧૨૦ બાળકોને ભાગ લેવડાવ્યો હતો
૭. કલેકટરશ્રીના હસ્તે સતત બે વાર ગરીબ કલ્યાણ મેળામાં આપની કૃતિએ ઇનામ મેળવ્યું.
૮. જીલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવી બાળકોએ શાળાનું ગૌરવ વધાર્યું.
૯. આધુનિક શિક્ષણ માટે લાઈવ એનિમેશન દ્વારા શિક્ષણ.
૧૦. વિજ્ઞાન મેળામાં આપની શાળાની કૃતિ સતત બીજીવાર રાજ્ય કક્ષાએ પહોંચી.
૧૧. જીલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાનું સફરતા પૂર્વક આયોજન.
૧૨. યોગ્ય વાતાવરણ માટે આધુનિક બગીચો.
૧૩. શિક્ષણ અને રમત-ગમત ક્ષેત્રે બાળકોને ઇનામ દ્વારા પ્રોત્સાહન.
૧૪. પદાધિકારીઓની હાજરીમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન.
૧૫. ધોરણ ૧૦ માટે વેકેશનમાં એક્સ્ટ્રા ક્લાસીસનું આયોજન.
૧૬. વ્યક્તિગત કૌશલ્ય ખીલવવાની માટે દરેક બાળકને પ્રેજન્ટેશનની તક.
૧૭. ધોરણ ૫ થી વિજ્ઞાન પ્રયોગ શાળા ઉપલબ્ધ કરાવી.
૧૮. અગ્રેજી સુધારવા માટે સ્પેશીયલ અગ્રેજીની વિષય દાખલ કરી બાળકોનું અગ્રેજી સુધારવાનો સફળ પ્રયોગ.
૧૯. બાળકોના સર્વાંગી વિકાસ માટે અલગ અલગ મુલાકાત જેમકે ખેતર, બેંક, પોલીસ સ્ટેશન, પંચાયત, પોસ્ટ ઓફીસ, રેલ્વે સ્ટેશન.
૨૦. સરદાર પટેલ જયતિ નિમત્તે તેમના વિચારોને યુવાનોમાં જાગૃત કરવા શાળા દ્વારા રાજ્ય સ્તરે વર્ક્ર્તુત્વ સ્પર્ધાનું આયોજન.